20 October, 2026 07:20 PM IST | Finland | Gujarati Mid-day Correspondent
૩ સેકન્ડમાં સોડા પીવાનો રેકૉર્ડ
ફિનલૅન્ડમાં ૨૬ વર્ષના તોમી કોટિલાઇનેન નામના એક શેફે અડધો લીટર સોડા સૌથી ઓછા સમયમાં પીવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સામાન્ય રીતે અમુક-તમુક સમયમાં સૌથી વધારે સોડા કે કોલ્ડ ડ્રિન્ક પીવાની સ્પર્ધાઓ થતી હોય છે, પરંતુ પીવાની સ્પીડ માટેની સ્પર્ધા ફિનલૅન્ડમાં થઈ હતી. એમાં સ્પર્ધકોએ પાંચ સેકન્ડની અંદર ૫૦૦ મિલીલીટર સોડા ગટગટાવી જવાની હતી. જોકે શેફ તોમીએ તમામ સ્પર્ધકોમાં અણધાર્યો અને રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સ આપ્યો હતો. તોમી જસ્ટ ૩ સેકન્ડમાં અડધો લીટર સોડા ગટગટાવી ગયો. તેની સ્પીડ એટલી હતી કે આપણે તોમીએ રેકૉર્ડ તોડ્યો એવું વાક્ય બોલીએ કે વાંચીએ એ પહેલાં જ તેણે એ કામ પૂરું કરી લીધું.