કોલંબિયાનું બાળક મગરમચ્છ પ્રજાતિના કેઇમન સાથે રમે છે ડૉક્ટર-ડૉક્ટર

01 July, 2026 04:47 PM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

અત્યારે ઇન્ટરનેટ પર એક એવો ચોંકાવનારો વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક નાનકડું બાળક મગરમચ્છ જેવી જ પ્રજાતિના ખૂંખાર જંગલી જીવ કેઇમન સાથે એકદમ બિન્દાસ રીતે રમતું રમતું અને એની સારવાર કરતું જોવા મળી રહ્યું છે. 

કોલંબિયાનું બાળક મગરમચ્છ પ્રજાતિના કેઇમન સાથે રમે છે ડૉક્ટર-ડૉક્ટર

અત્યારે ઇન્ટરનેટ પર એક એવો ચોંકાવનારો વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક નાનકડું બાળક મગરમચ્છ જેવી જ પ્રજાતિના ખૂંખાર જંગલી જીવ કેઇમન સાથે એકદમ બિન્દાસ રીતે રમતું રમતું અને એની સારવાર કરતું જોવા મળી રહ્યું છે. 
આ વાઇરલ વિડિયો કોલંબિયાનો હોવાનું કહેવાય છે. વિડિયોમાં એક નાનું બાળક કેઇમન પાસે બેઠેલું નજરે પડે છે. કેઇમન દેખાવમાં આબેહૂબ મગરમચ્છ જેવો જ હોય છે અને એને ઘણો ખતરનાક જંગલી જીવ માનવામાં આવે છે. એમ છતાં બાળક એની સાથે પ્રિટેન્ડ-પ્લે કરતો હોય એમ પોતે ડૉક્ટર બન્યો હોય એવી ઍક્ટિંગ કરે છે અને એની સાથે વાતો પણ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કેઇમન પણ એકદમ શાંત રહ્યો હતો અને એણે બાળક પર હુમલો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.

colombia international news south america world news offbeat news