કેન્યાના ઍરપોર્ટ પર કીડીઓ ચોરતો માણસ પકડાયો

20 March, 2026 12:48 PM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

ટેસ્ટટ્યુબમાં રાખેલી કીડીઓ ઍરપોર્ટ સિક્યૉરિટીએ લગેજ ચેક દરમ્યાન પકડી હતી

ટેસ્ટટ્યુબમાં રાખેલી કીડીઓ

કીડીઓ તો તમને ઠેર-ઠેર જોઈએ એટલી જોવા મળી જાય, પણ કેન્યાના નૈરોબી ઍરપોર્ટ પર એક ચાઇનીઝ માણસ ૨૦૦૦ જેટલી જીવતી કીડીઓ સાથે પકડાયો હતો. આ ભાઈ જીવતી કીડીઓ તસ્કરી કરીને પોતાના દેશ લઈ જવા માગતા હતા. આ કીડીઓ કંઈ જેવી-તેવી નહોતી, પરંતુ ક્વીન કીડીઓ હતી. આ એવી કીડીઓ છે જેની વિદેશોમાં ખૂબ ડિમાન્ડ છે. કેટલાક લોકો આ કીડીઓ પાળે છે. ક્વીન કીડીની એટલે કે રાણી કીડીઓની ખાસિયત એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં હજારો કીડીઓની આખી કૉલોની તૈયાર કરી શકે છે. કેન્યામાં કીડીઓનાં કાળાંબજાર થાય છે અને એમાં એની કિંમત પણ ખાસ્સીએવી બોલાય છે. ઝાંગ કેકૂન નામના ચીની ભાઈ કાળાંબજારમાં કીડીઓ ખરીદીને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. તેમણે ૧૦૦-૧૦૦ કીડીઓને નાની ટેસ્ટ ટ્યુબમાં રાખી હતી. દરેક ૧૦૦ કીડી માટે તેમણે ૬૫૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. ટેસ્ટટ્યુબમાં રાખેલી કીડીઓ ઍરપોર્ટ સિક્યૉરિટીએ લગેજ ચેક દરમ્યાન પકડી હતી. કેન્યામાં કીડીઓને દેશની બહાર લઈ જવી એ ગુનો બને છે. ઝાંગનું કહેવું હતું કે તેને ખબર નહોતી કે આ અપરાધ છે.

offbeat news kenya nairobi international news world news