જ્વાળામુખીની ટોચ પર ફોટો લેવાના ચક્કરમાં મહિલાએ જીવ ગુમાવી દીધો

25 April, 2024 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો મૃતદેહ બે કલાકની જહેમત બાદ બે બચાવ-કર્મચારીઓએ બહાર કાઢ્યો હતો. 

ચીનની ૩૧ વર્ષની હુઆંગ લિહોંગ

ઇન્ડોનેશિયામાં એક ધગધગતા જ્વાળામુખીની ટોચ પર ફરવા ગયેલી ચીનની ૩૧ વર્ષની હુઆંગ લિહોંગ નામની મહિલાએ સૂર્યોદય વખતે ફોટો લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો. ૨૦ એપ્રિલે આ મહિલા જાવાના બનયુવાંગીના ઇજેન ક્રેટરમાં ૨૫૦ ફુટની ઊંચાઈએથી પડી ગઈ હતી. 

એવું માનવામાં આવે છે કે ખાડામાં પડી જતાં પહેલાં તે એક પથ્થર પર ઊભી હતી અને તેનાં કપડાં સરખાં પકડતી વખતે તેણે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને પડી ગઈ હતી. આ મહિલા તેના પતિ ઝાંગ યોંગ અને એક સ્થાનિક ગાઇડ સાથે ગઈ હતી. જ્વાળામુખીને કિનારે ઊભી રહીને તે સૂર્યોદય જોવા માગતી હતી અને એ સમયે તેને ફોટો પડાવવો હતો. આ મહિલા જ્વાળામુખીની ક્રેટર પર એકદમ કિનારે ઊભી હતી અને બૅલૅન્સ જતાં તે પડી ગઈ હતી. એક ફોટોમાં તે પગ ઉપાડીને પોઝ આપતી હોય એવું દેખાય છે. તેનો મૃતદેહ બે કલાકની જહેમત બાદ બે બચાવ-કર્મચારીઓએ બહાર કાઢ્યો હતો. 

offbeat videos offbeat news social media