‌બ્રિટનમાં ચૉકલેટની ચોરી વધતાં લૉક કરીને રાખવામાં આવે છે

27 February, 2026 01:02 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

આમ તો કોઈ પણ મૉલમાં ચૉકલેટ્સ ખુલ્લી જ પડી હોય છે, પરંતુ બ્રિટનમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ચૉકલેટોની ચોરી વધી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

આમ તો કોઈ પણ મૉલમાં ચૉકલેટ્સ ખુલ્લી જ પડી હોય છે, પરંતુ બ્રિટનમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ચૉકલેટોની ચોરી વધી ગઈ છે. એને કારણે માત્ર બે-ત્રણ પાઉન્ડની ચૉકલેટ્સને પણ પ્લાસ્ટિકના ડબ્બામાં લૉક કરીને રાખવામાં આવે છે. પોલીસોનું કહેવું છે કે અનેક લોકો ચૉકલેટ ચોરતા હોય એવાં ફુટેજ કૅમેરામાં કેદ થયાં છે અને તેમણે એ ફુટેજ સાર્વજનિક પણ કર્યાં છે. એક માણસ તો ચૉકલેટની આખી શેલ્ફ જ ખેંચીને ગાયબ થતો જોવા મળ્યો હતો. બ્રિટિશ રીટેલ ચૉકલેટ અસોસિએશનના કહેવા મુજબ ચૉકલેટ-ચોરીને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એક મોટા સ્ટોરમાંથી વર્ષમાં પંચાવન લાખ રૂપિયાની ચૉકલેટો ચોરાઈ‍ હોવાનો કેસ નોંધાયો છે તો બીજી એક કંપનીએ ૨.૬ કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો કર્યો છે. અનેક લોકો આ ચોરીનો માલ બ્લૅકમાં સસ્તામાં વેચીને કમાણી કરી લે છે.

offbeat news great britain international news world news Crime News