હૉસ્પિટલમાં બદલાઈ ગયાં બાળકો, ૩૮ વર્ષ પછી પરિવારને ખબર પડી

22 July, 2026 01:11 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ક્રિસમસ ગિફ્ટમાં મળેલી DNA ટેસ્ટ કિટે 38 વર્ષ જૂનું રહસ્ય ખોલ્યું. જન્મ સમયે બે બાળકોની અદલાબદલી થઈ હોવાનું સામે આવ્યું. હવે બન્ને પોતાના જૈવિક પરિવારને મળી ચૂક્યા છે, છતાં ઉછેર કરનારા જ તેમના સાચા માતા-પિતા છે.

હૉસ્પિટલમાં બદલાઈ ગયાં બાળકો, ૩૮ વર્ષ પછી પરિવારને ખબર પડી

અમેરિકાની એક હૉસ્પિટલમાં બે બાળકોની અદલાબદલી થઈ ગઈ હતી. આ બાળકો ૩૮ વર્ષ પછી પોતપોતાના સાચા પરિવારને મળી શક્યાં હતાં. નવાઈની વાત એ છે કે આટલાં વર્ષો દરમ્યાન કોઈને એની ભનક પણ નહોતી લાગી. એક ક્રિસમસ ગિફ્ટમાં મળેલી ડીઑક્સિરિબોન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કિટે ૩૮ વર્ષ જૂનું રહસ્ય ઉજાગર કરી દીધું હતું. 
વાત એમ હતી કે ૧૯૮૮ની ૨૬ જાન્યુઆરીએ એક હૉસ્પિટલમાં કાઇલ બાયલિન અને જેરેમી મૉરિસન નામનાં બે બાળકોનો જન્મ થયો હતો. કાઇલને ગયા વર્ષે ક્રિસમસ પર DNA ટેસ્ટિંગ માટેની કિટ મળી હતી. તેણે એ મોજ ખાતર જ ટેસ્ટ કરી તો ખબર પડી કે તેનો DNA પરિવાર સાથે મેળ નથી ખાતો. જોકે પિતા સાથે ન મૅચ થયેલો DNA તેની ફોઈ સાથે મૅચ થઈ ગયો. એ પછી તેમણે એ જ દિવસે જન્મેલા ફોઈના દીકરા જેરેમી મૉરિસનની DNA ટેસ્ટ કરાવી. એમાં ખબર પડી કે જન્મ સમયે બન્નેનાં પેરન્ટ્સ બદલાઈ ગયાં છે. સત્ય હકીકત ખબર પડતાં જ તેમણે હૉસ્પિટલને આ ભૂલ કરવા બદલ જવાબદાર ગણીને કેસ કર્યો, જોકે હૉસ્પિટલે સ્પષ્ટતા કરી હતી કે બાળકોની અદલાબદલીમાં તેમનો સ્ટાફ કોઈ જ રીતે ઇન્વૉલ્વ નહોતો. ૩૮ વર્ષ પછી હવે બન્ને પોતાનાં અસલી માતાપિતા અને ભાઈબહેનોને મળી ચૂક્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે બાળપણથી જેમણે તેમને મોટા કર્યા એ જ તેમનાં માતા-પિતા રહેશે.

united states of america washington new york new york city world news international news offbeat news hatke news