27 August, 2025 02:12 PM IST | colombia | Gujarati Mid-day Correspondent
કોલંબિયા
બાર વર્ષ પહેલાં કોલંબિયામાં જેનેસાનો નામના અંતરિયાળ ગામમાં ખેડૂતોએ મનોરંજન માટે ઑગસ્ટ મહિનામાં ખાસ ફુટબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું. એ એટલું હિટ થયું કે ખેડૂતોની બહેનો અને પત્નીઓએ પણ ડિમાન્ડ કરી કે તેમને પણ ફુટબૉલમાં સામેલ કરવામાં આવે. બીજા જ વર્ષથી બહેનો માટે પણ ફુટબૉલ રમાવાનું શરૂ થયું. જોકે અહીંની રમતમાં સૌથી મહત્ત્વનો તેમનો ટ્રેડિશનલ પોશાક છે. અહીં બૂટ, પૉન્ચો અને હૅટ પહેરીને મહિલાઓ ફુટબૉલ રમે છે. ફુટબૉલના નિયમો પણ કંઈક અલગ જ હોય છે. આ વખતે તો બહેનોની આઠ ટીમો થઈ ગઈ હતી એટલે લગભગ બે દિવસ માટે આખું ગામ ફુટબૉલમય થઈ ગયેલું.