17 April, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુલ્હા-દુલ્હનને શિવ-પાર્વતીના સ્વરૂપમાં
લગ્નમાં દુલ્હા-દુલ્હન તેમનો બેસ્ટ લુક મેળવવા માટે મહિનાઓથી મહેનત કરતાં હોય છે. જોકે સોશ્યલ મીડિયા પર એક કપલે સાધારણ દુલ્હા-દુલ્હનને બદલે શિવ-પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્વતીના રૂપમાં દુલ્હન તો સુંદર લાગતી જ હતી, પરંતુ દુલ્હાએ લગ્નની શેરવાનીને બદલે ભગવાન શિવનું રૂપ ધારણ કરવા ડમરુ અને ત્રિશૂળ હાથમાં ધારણ કરેલાં છે. જટા બાંધેલી નથી, પરંતુ લાંબા કાળા ઘના વાળની વિગ પહેરી છે. ગળામાં રુદ્રાક્ષની માળા અને જાણે વ્યાઘ્રચર્મ હોય એવી અડધી ધોતી પહેરી છે. દુલ્હને પણ જાણે મા પાર્વતી હોય એવો મેકઅપ, ઘરેણાં અને ચુંદડી સજાવ્યાં છે. દુલ્હન ધીમી ચાલે સ્ટેજ પર પહોંચે છે અને જેવી દુલ્હા પાસે પહોંચે છે કે જાણે શિવ-પાર્વતીનું મિલન થયું હોય એવો માહોલ સર્જાય છે.