સેક્સ કરતી વખતે પડદા બંધ કરવાનું ભૂલી ગયા! હૉટેલમાંથી વીડિયો વાયરલ,વિવાદ સર્જાયો

21 June, 2025 07:19 AM IST  |  Jaipur | Gujarati Mid-day Online Correspondent

Couple Forgot to Close Curtains while having Sex: Viral video from Jaipur`s Holiday Inn sparks outrage over privacy, ethics, and voyeurism laws.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

રાજસ્થાનના જયપુરથી સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, જયપુરની એક પ્રખ્યાત ફાઇવ સ્ટાર હૉટેલના રૂમમાં એક કપલ સેક્સ માણતા જોવા મળે છે. હૉટેલની બહાર અને સામેના ફ્લાયઓવર પર કપલને હૉટેલના રૂમમાં મસ્તી કરતા જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વીડિયો કથિત રીતે હૉટેલની બહાર રસ્તા પર હાજર કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો છે. કપલના પ્રયવેટ ટાઈમનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ, આ ઘટના જયપુરના 22 ગોડાઉન પાસે આવેલી `હૉલીડે ઇન` હૉટેલમાં બની હતી. નવાઈની વાત એ છે કે આ વીડિયો હૉટેલની બહારના રસ્તા પરથી પડદા વગરની બારીઓમાંથી શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો રેકોર્ડ થઈ રહ્યો હતો, ત્યારે હોટેલની બહાર રસ્તાની બીજી બાજુ ફ્લાયઓવર પર ભેગા થયેલા ભીડમાંથી કેટલાક લોકો યુગલ સાથે દુર્વ્યવહાર કરતા સાંભળી શકાય છે. અત્યાર સુધી, વીડિયોમાં દેખાતા યુગલની ઓળખ અજાણ છે અને વાયરલ વીડિયો અંગે કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

હોટેલ સામે ટ્રાફિક જામ
આ ઘટના મંગળવાર, 17 જૂનના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે તેમ, હૉટેલના રૂમની બારી પર કોઈ પડદા નહોતા, તેથી રસ્તા પરના લોકો રૂમની અંદર થતી પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. રોડ પર કેટલાક પસાર થતા લોકોએ આ કપલને સેક્સ કરતા જોતા જ તેને પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં રેકોર્ડ કરી લીધો. આ દરમિયાન હૉટેલની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને તેના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ હૉટેલ પર રૂમની અંદર પડદા ન લગાવીને દંપતીને પ્રાયવસી પૂરી પાડવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તેને પર્સનલ સ્પેસ પર ગંભીર અતિક્રમણ ગણાવી રહ્યા છે અને વીડિયો રેકોર્ડ કરનાર અને શૅર કરનાર વ્યક્તિની નિંદા કરી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો ઑનલાઈન શૅર કર્યો અને રમૂજીમાં લખ્યું, `જયપુરમાં 22 ગોડાઉન પાસે હૉલીડે ઇન હૉટેલમાં યોગ કરતા એક માણસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાથી એક અલગ જ સનસનાટી મચી ગઈ છે. કદાચ તેઓ પડદા લગાવવાનું ભૂલી ગયા હશે! તમે લોકો શું કહો છો, યોગ કરતી વખતે પડદા લગાવવા જોઈએ?"

બીજા એક યુઝરે કહ્યું, `જયપુરની એક હૉટેલનો વીડિયો ઘણા લોકો શૅર કરી રહ્યા છે. કેટલાક પત્રકારો પણ છે. આ એક ગુનો છે. તેને ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરવામાં આવ્યો છે. શક્ય છે કે કોઈ સામાન્ય પરિવારનો વ્યક્તિ/પતિ-પત્ની હૉટેલમાં રોકાઈ રહ્યા હોય. આવા કિસ્સામાં, કોઈ વ્યક્તિ કોઈના ઘરના ખૂણામાંથી ડોકિયું કરીને તેને રેકોર્ડ કરી શકે છે અને તેને વાયરલ કરી શકે છે. @jaipur_police ને વિનંતી છે કે તે વાયરલ કરનાર વ્યક્તિની ઓળખ કરે અને તેને પૂછે કે તેણે તે કેમ અને કેવી રીતે રેકોર્ડ કર્યું. ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાયરલ કરનારાઓને નોટિસ જાહેર કરે.`

social media viral videos instagram twitter sex and relationships relationships love tips jaipur Crime News offbeat videos offbeat news