૯૦ વર્ષની ઉંમરે સળિયા પર બે મિનિટથી વધુ લટકી રહેવાનો રેકૉર્ડ બનાવ્યો

04 April, 2026 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૦થી ૮૦ વર્ષની વય પછી વ્યક્તિની હાથ અને પગની ક્ષમતાઓ સીમિત થઈ જાય છે. જોકે અમેરિકામાં રહેતાં ૯૦ વર્ષ ૨૩૧ દિવસની વય ધરાવતાં ઍન ક્રિલ એસેલસ્ટિન નામનાં માજીએ એક યુનિક રેકૉર્ડ બનાવ્યો હતો.

૯૦ વર્ષની ઉંમરે સળિયા પર બે મિનિટથી વધુ લટકી રહેવાનો રેકૉર્ડ બનાવ્યો

૭૦થી ૮૦ વર્ષની વય પછી વ્યક્તિની હાથ અને પગની ક્ષમતાઓ સીમિત થઈ જાય છે. જોકે અમેરિકામાં રહેતાં ૯૦ વર્ષ ૨૩૧ દિવસની વય ધરાવતાં ઍન ક્રિલ એસેલસ્ટિન નામનાં માજીએ એક યુનિક રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે બે મિનિટ બાવન સેકન્ડ સુધી એક બાર પર લટકવાનું કારનામું કર્યું હતું. જો કોઈને લાગતું હોય કે બે મિનિટ જેટલો સમય તો બહુ 
ઓછો છે તો ધ્યાનમાં એ પણ લેવું જોઈએ કે ૯૦ વર્ષની ઉંમરે આ કરવું કેટલું કઠિન છે. 

healthy living health tips united states of america offbeat videos offbeat news