25 July, 2026 12:04 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દિલ્હીના કૉનૉટ પ્લેસ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં હનુમાનજીના પરમભક્ત એવા મુસ્લિમભાઈ એક હાથમાં દીવો લઈને ઘૂંટણિયે ચાલીને મંદિરનાં પગથિયાં ચડતા દેખાય છે. મંદિર પરિસરમાં હાજર અન્ય શ્રદ્ધાળુઓ તેનો હાથ પકડીને સહારો આપતા જોવા મળે છે. કોઈ એના માટે રસ્તો સાફ કરે છે. સાંપ્રદાયિક સૌહાર્દ અને સામાજિક સદભાવના સંદેશ સમાન આ વિડિયો ક્લિપને બહુ સરાહના મળી છે.