06 November, 2026 03:59 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીની એક કંપનીએ કર્મચારીઓને જે ગિફ્ટ આપી એ જોઈને તમામ કર્મચારીઓના ચહેરા ખીલી ઊઠ્યા
દિવાળી પર કંપનીઓ મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સના ડબ્બા કર્મચારીઓને આપતી હોય છે, પણ દિલ્હીની એક કંપનીએ કર્મચારીઓને જે ગિફ્ટ આપી એ જોઈને તમામ કર્મચારીઓના ચહેરા ખીલી ઊઠ્યા. દિલ્હીની ફાઇનૅન્સરસાબ નામની કંપનીએ દરેક કર્મચારીના ડેસ્ક પર ગિફ્ટ-બૉક્સમાં આઇફોન-16 મૂક્યા હતા. કર્મચારીઓ સવારે જ્યારે આવ્યા અને ડેસ્ક પર આવી મજાની ગિફ્ટ જોઈ એ પછી તેમનું રીઍક્શન શું હતું એનો વિડિયો લેવામાં આવ્યો. કર્મચારીઓએ બૉક્સ ખોલીને તેમને મળેલી દિવાળીની ગિફ્ટ સાથે જાતજાતના પોઝ આપીને પોતાની કંપનીની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. આ રીલ્સ જોઈને કેટલાય લોકોએ પૂછી લીધું હતું કે શું આ કંપનીમાં નોકરી મળી શકે?