કાવડિયાએ રાવણવેશે કરી પદયાત્રા

04 August, 2026 06:10 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

શ્રાવણના પ્રથમ સોમવારે હરિદ્વારથી દિલ્હી સુધીની કાવડ યાત્રામાં રાવણના વેશમાં પદયાત્રા કરતો એક શિવભક્ત સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.

કાવડિયાએ રાવણવેશે કરી પદયાત્રા

શ્રાવણના પહેલા સોમવારે શિવમંદિરોમાં જબરી ભીડ ઊમટી રહી છે. સાથે જ કાવડ યાત્રા પણ પુરજોશમાં ચાલી રહી છે. હરિદ્વારથી મુઝફ્ફરનગર અને છેક દિલ્હી સુધી શિવભક્તોની પદયાત્રા જોવા મળે છે. એમાં એક કાવડિયો રાવણવેશે પદયાત્રા કરી રહ્યો છે. માથા પર મુકુટ, કપાળ પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ, હાથમાં ત્રિશૂળ અને લંકેશ જેવી મોટી મૂછોમાં આ કાવડિયો હરિદ્વારથી ગંગાજળ લઈને દિલ્હીના બુરાડી સુધીની પદયાત્રા કરી રહ્યો છે.

delhi news shravan shiva temple offbeat news hatke news haridwar