દિવ્યાંગે ઝડપથી હાથ પર ચાલીને બનાવ્યો રેકૉર્ડ

26 September, 2021 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિયોને માત્ર ૪.૭૬ સેકન્ડમાં ૨૦ મીટર ઝડપથી ચાલીને રેકૉર્ડ બનાવ્યો છે. ઝિયોનનો રેકૉર્ડ અનોખો એટલા માટે છે કે આ રેકૉર્ડ તેણે તેના હાથ પર ચાલીને બનાવ્યો છે. 

દિવ્યાંગે ઝડપથી હાથ પર ચાલીને બનાવ્યો રેકૉર્ડ

ઓહિયોના ૨૩ વર્ષના ઝિયોન ક્લાર્કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એક અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. ઝિયોને માત્ર ૪.૭૬ સેકન્ડમાં ૨૦ મીટર ઝડપથી ચાલીને રેકૉર્ડ બનાવ્યો છે. ઝિયોનનો રેકૉર્ડ અનોખો એટલા માટે છે કે આ રેકૉર્ડ તેણે તેના હાથ પર ચાલીને બનાવ્યો છે. 
ઝિયોન જન્મથી જ અપંગ છે. તેને જન્મથી જ પગ નથી. ઝિયોન એક બીમારીથી પીડાઈ રહ્યો છે જેમાં તેના શરીરનો કરોડરજ્જુનો સપોર્ટ ધરાવતો નીચલો હિસ્સો વિકસિત થયો નથી. જોકે તેની આ પંગુતા તેને પોતાનાં સપનાં પૂરાં કરવામાં અવરોધક નથી બની શકી. નાનપણથી તેને ખેલકૂદમાં રસ હતો. ફેબ્રુઆરી ૨૦૨૧માં તેણે હાથ પર ઝડપથી ચાલવાનો વિક્રમ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ તેણે તેની સ્કૂલમાં વિક્રમી ૪.૭૮ સેકન્ડમાં હાથ વડે ચાલવાનો વિક્રમ નોંધાવ્યો હતો.

offbeat news