એક હાથ કોણીથી કપાયેલો છે છતાંય બે હાથેથી સ્કૂટર ચલાવવાનો જુગાડ જોઈ લો

11 September, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક હાથ ગુમાવ્યા છતાં દિવ્યાંગ વ્યક્તિએ કપડાના પટ્ટાની મદદથી ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવાનો રસ્તો શોધી કાઢ્યો. તેનો આ દેશી જુગાડ અને આત્મનિર્ભરતા દર્શાવતો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છે.

દિવ્યાંગ વ્યક્તિનો વાઇરલ વિડિયો

સમાજ કે કંપનીઓ જ્યારે દિવ્યાંગ લોકોની જરૂરિયાતો મુજબ ડિઝાઇન બનાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે માણસે પોતે જ પોતાનો રસ્તો શોધવો પડે છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક ભાવુક અને પ્રેરણાદાયી વિડિયોમાં પોતાનો એક હાથ ગુમાવ્યા છતાં દિવ્યાંગ માણસ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી રહ્યો છે અને આ માટે તેણે જે દેશી જુગાડ કર્યો છે એણે લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક દિવ્યાંગ વ્યક્તિએ સ્કૂટરનું હૅન્ડલ અને ઍક્સેલરેટર સરખી રીતે પકડી રાખવા માટે પોતાના હાથ અને હૅન્ડલ સાથે ગુલાબી રંગના કપડાનો એક પટ્ટો મજબૂતીથી બાંધી દીધો છે. કપાયેલા જમણા હાથની જગ્યાએ પૂરતી પકડ ન હોવા છતાં આ વ્યક્તિએ બીજા પર નિર્ભર રહેવાને બદલે કપડાનો ઉપયોગ કરીને સ્કૂટર ચલાવવાની પોતાની જ અનોખી રીત શોધી કાઢી છે. આ વ્યક્તિની આત્મનિર્ભરતા અને જુગાડ હાલ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે અને લોકો દિવ્યાંગ વ્યક્તિના આ ખમીરને સલામ કરી રહ્યા છે.

viral videos social media social networking site instagram twitter youtube offbeat news hatke news