15 January, 2026 09:46 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના નંદપુર ગામના એક પ્રાચીન હનુમાન મંદિરમાં એક કૂતરો નૉનસ્ટૉપ હનુમાનજીની મૂર્તિની પરિક્રમા કરી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. લોકો એને આસ્થા અને ચમત્કાર સાથે જોડીને જોઈ રહ્યા છે. સોમવારે સવારે ૪ વાગ્યાથી આ કૂતરાએ બજરંગબલીની મૂર્તિની પરિક્રમા કરવાનું શરૂ કર્યું હતું. તે કલાકો સુધી ફરતો જ રહ્યો હતો. કૂતરાનો આ વ્યવહાર ચર્ચાનો વિષય બન્યો હતો. કૂતરો કોઈને નુકસાન નહોતો પહોંચાડી રહ્યો, પરંતુ મંદિર પરિસરમાંથી બહાર પણ નહોતો નીકળી રહ્યો. કેટલાક લોકોનું માનવું છે કે એ ભૈરવનાથના કૂતરાના સ્વરૂપમાં હનુમાનજીની આરાધના કરી રહ્યો છે. ગામલોકોનું કહેવું છે કે આ હનુમાન મંદિર અનેક પ્રાચીન ધાર્મિક માન્યતાઓ માટે જાણીતું છે, પરંતુ આવી ઘટના ભાગ્યે જ જોવા મળી છે. મંદિર સમિતિએ કૂતરાને ઠંડી ન લાગે એ માટે પરિસરની બહાર પૉલિથિનની શીટ લગાવી દીધી હતી જેથી ઠંડો પવન ન વાય અને આવનારા દર્શનાર્થીઓને પણ અડચણ ન પડે. આ ઘટના સમાચાર બની ત્યાર સુધીમાં કૂતરો ૪૮ કલાકથી પરિક્રમા કરી રહ્યો હતો.