અમેરિકાનો આ ગધેડો સૌથી લાંબા કાન ધરાવે છે

16 March, 2026 02:46 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં એની લંબાઈ તપાસતાં સૌથી લાંબા કાન ધરાવતા ગધેડાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો વિક્રમ એના નામે નોંધાયો હતો. એના એક કાનની લંબાઈ છે એક ફુટ ત્રણ ઇંચ.

અમેરિકાનો આ ગધેડો સૌથી લાંબા કાન ધરાવે છે

ગધેડાના કાન બહુ લાંબા નથી હોતા, પરંતુ અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના બાયરૉન શહેરમાં રહેતાં હૅના ફ્રૉસ્ટ નામનાં બહેને પાળેલો એક ગધેડો ખાસ છે. ૧૫ વર્ષના હોપ નામના આ ગધેડાના કાન અસામાન્ય હદે લાંબા છે. તાજેતરમાં એની લંબાઈ તપાસતાં સૌથી લાંબા કાન ધરાવતા ગધેડાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો વિક્રમ એના નામે નોંધાયો હતો. એના એક કાનની લંબાઈ છે એક ફુટ ત્રણ ઇંચ.

offbeat news guinness book of world records international news world news united states of america