12 July, 2025 02:59 PM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
નીતિન રાઠોડે નશાની હાલતમાં પોતાની કાર રેલવે-પ્લૅટફૉર્મ પર ચડાવી દીધી
ઝાંસી રેલવે ડિવિઝન હેઠળના ગ્વાલિયર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર ગુરુવારે વહેલી સવારે ત્રણ વાગ્યે થોડીક ક્ષણો માટે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો, કારણ કે આદિત્યપુરમના રહેવાસી નીતિન રાઠોડે નશાની હાલતમાં પોતાની કાર રેલવે-પ્લૅટફૉર્મ પર ચડાવી દીધી હતી. સબ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર સિંહ રાજાવતે પ્લૅટફૉર્મ તરફ એક સફેદ કાર આવતી જોઈ હતી. તેણે કાર અટકાવીને સાઇડમાં લેવડાવી હતી અને કાર ચલાવી રહેલા નીતિન રાઠોડની અટક કરીને પૂછપરછ કરી હતી. ગ્વાલિયરના મહારાજપુર પોલીસ-સ્ટેશન હેઠળના આદિત્યપુરમના રહેવાસી નીતિન રાઠોડે જણાવ્યું હતું કે ‘તેને દારૂ પીવાની આદત છે. પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે નશો કર્યો હતો અને કાર લઈને પ્લૅટફૉર્મ પર પત્નીને શોધવા આવ્યો હતો.’
રેલવે પોલીસે તેની કાર જપ્ત કરી હતી. મેડિકલ તપાસમાં પુષ્ટિ થઈ હતી કે તે દારૂના નશામાં હતો.