✕

દુબઈમાં CC44 નંબર-પ્લેટ માટે ૧૭ કરોડ રૂપિયા ખર્ચ્યા

29 October, 2026 06:51 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

એક કારની માત્ર નંબર-પ્લેટ મનપસંદ આંકડાની લેવા માટે કોઈ કેટલા રૂપિયા ખર્ચી શકે? આ બાબતે આપણી કલ્પનાના સીમાડાઓ વટાવી દે એવું કારનામું દુબઈમાં થયું છે.

દુબઈમાં CC44 નંબર-પ્લેટ માટે ૧૭ કરોડ રૂપિયા ખર્ચ્યા

એક કારની માત્ર નંબર-પ્લેટ મનપસંદ આંકડાની લેવા માટે કોઈ કેટલા રૂપિયા ખર્ચી શકે? આ બાબતે આપણી કલ્પનાના સીમાડાઓ વટાવી દે એવું કારનામું દુબઈમાં થયું છે. અહીં ૧૨૧મું ઓપન નંબર-પ્લેટ ઑક્શન હાથ ધરાયું હતું જેમાં ફૅન્સી નંબર CC44 માટે ૬.૭૨ મિલ્યન દિરહામ એટલે કે લગભગ ૧૭ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આવો જ બીજો નંબર BB18 છે જેના માટે ૬.૬૨ મિલ્યન દિરહામ એટલે કે ૧૬.૮ કરોડ રૂપિયા અને BB80 માટે ૫.૯ મિલ્યન દિરહામ એટલે કે ૧૫ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ ઑક્શનમાં દુબઈની રોડ્સ ઍન્ડ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની રેવન્યુ એકઠી કરી હતી. 

offbeat news dubai international news world news automobiles