દુબઈના નાગરિકો માટે અનોખી સ્કીમ: સગાંવહાલાંઓને આમંત્રિત કરો, સરકાર આપશે ૭૮,૦૦૦ રૂપિયાનું ઇનામ

24 July, 2026 04:15 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈ સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા નવી યોજના શરૂ કરી છે. રહેવાસીઓ જો પોતાના સગાં-સંબંધીઓને દુબઈ મુલાકાતે બોલાવશે તો તેમને 3,000 દિરહામ (લગભગ ₹78 હજાર) સુધીના રિવૉર્ડ વાઉચર મળશે.

દુબઈના નાગરિકો માટે અનોખી સ્કીમ: સગાંવહાલાંઓને આમંત્રિત કરો, સરકાર આપશે ૭૮,૦૦૦ રૂપિયાનું ઇનામ

દુબઈની સરકાર વધુ પર્યટકો તેમના દેશમાં આવે એ માટે ત્યાંના નાગરિકોને હવે પ્રલોભન આપી રહી છે. અહીં રહેતા ૧૮ વર્ષની મોટી વયના નાગરિકો જો તેમનાં સગાંવહાલાઓને દુબઈ તેમના ઘરે આમંત્રિત કરે સરકાર તેમને ઇનામ આપશે. આ ઇનામ વાઉચરના રૂમમાં મળશે જે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ટૂરિસ્ટ અટ્રૅક્શન્સ પર ખર્ચ કરી શકાશે. મહેમાનોને આમંત્રિત કરવા બદલ સ્થાનિક નાગરિકોને એ લાભ મળશે. સરકાર દ્વારા નાગરિકને ૩૦૦૦ દિરહામ એટલે કે લગભગ ૭૮,૦૦૦ રૂપિયાનું ઇનામ મળશે. અલબત્ત, આ સ્કીમ ટૂંકા ગાળા માટે જ છે. મહેમાન જો પચીસ જુલાઈથી ૩૧ ઑક્ટોબરની વચ્ચે દુબઈ પહોંચે તો જ લાગુ પડશે. એ પહેલાં નાગરિકે ઑનલાઇન ફૉર્મ ભરીને મહેમાનોને નૉમિનેટ કરવાના રહેશે. એક નાગરિક ૩ મહેમાનોને બોલાવીને ૩ રિવૉર્ડ પૅકેજ મેળવી શકશે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દુબઈમાંથી ટૂરિસ્ટો ગાયબ થઈ રહ્યા છે. અહીંની ટૂરિઝમ-ઇન્ડસ્ટ્રી ખાડે ગઈ હોવાથી સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે આવી યોજનાઓ કાઢી રહી છે. 

dubai united arab emirates world news international news offbeat news hatke news