✕

દુબઈમાં બનવાનો છે સોનાનો રોડ

28 October, 2026 06:13 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ક્યારે સોનાનો રોડ ખૂલશે, એ કેટલી લંબાઈનો હશે એની માહિતી જાહેર નથી થઈ.

ગોલ્ડ રોડ

લક્ઝુરિયસ લાઇફ માટે ફેમસ દુબઈમાં હવે પૈસાવાળા લોકો સોનાના રસ્તા પર પણ ચાલી શકશે. યસ, આ કોઈ પરીકથાની વાત નથી, દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં ૨૪ કૅરૅટ સોનાનો વૉક-વે બનવાની તૈયારી થઈ ગઈ છે. દુનિયાનો આ સૌપ્રથમ સોનાનો વૉક-વે હશે. ૨૦૨૬ના અંત પહેલાં જ આ રોડ ઓપન કરવામાં આવશે. દુબઈના ડીરા વિસ્તારમાં ૧૦૦૦થી વધુ જ્વેલરીની દુકાનો છે. આ આખો વિસ્તાર ગોલ્ડ અને લક્ઝુરિયસ ચીજો માટે જાણીતો છે. અહીં હાઈ-એન્ડ પર્ફ્યુમ્સ, કૉસ્મેટિક્સ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સના શોરૂમ્સ છે. ક્યારે સોનાનો રોડ ખૂલશે, એ કેટલી લંબાઈનો હશે એની માહિતી જાહેર નથી થઈ.

offbeat news viral videos gold silver price dubai international news