31 October, 2026 02:21 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
નતાશાને લમ્બૉર્ગિની ભેટ
દુબઈની રિચકી પ્રૉપર્ટીઝ નામની જાણીતી રિયલ એસ્ટેટ કંપનીએ ત્રીજી ઍનિવર્સરીના અવસરે કંપનીનો શાનદાર વાર્ષિક અવૉર્ડ-નાઇટ કાર્યક્રમ યોજ્યો હતો. આ ખાસ કાર્યક્રમમાં નતાશા ચાવેઝ નામની મહિલા ૨૦૨૬માં કંપનીની ટૉપ પર્ફોર્મર એજન્ટનો ખિતાબ જીતી હતી. નતાશાએ છેલ્લાં બે વર્ષમાં કંપનીને ૫૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૪૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની પ્રૉપર્ટી વેચી આપી હતી. રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં આ બહુ મોટી ઉપલબ્ધિ ગણાતી હોવાથી કંપનીએ નતાશાને સૌથી સફળ એજન્ટ જાહેર કરી હતી. તેની મહેનતનું સન્માન કરવા માટે કંપનીએ નતાશાને ૪ કરોડ રૂપિયાની લમ્બૉર્ગિની ગિફ્ટ કરી હતી.