ફોટોશૂટ વખતે નવવધૂએ વર અને ફોટોગ્રાફર બન્નેને પાણીમાં ધકેલી દીધા

05 August, 2021 09:52 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર વિડિયો વાઇરલ થયો છે

ફોટોશૂટની તસવીર

લગ્નપ્રસંગ હોય અને હસી-મજાક ન થાય એ શક્ય જ નથી. સોશ્યલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં લગ્નપ્રસંગે વર-વધૂની એક જોડી હળવી મજાક-મસ્તી કરતાં તળાવના કિનારે ફોટોશૂટ કરાવી રહી હતી. કિનારા પર વરરાજાએ ક્યાં અને કેવી રીતે ઊભા રહેવું એની સમજ નવવધૂ તેને આપી રહી હતી ત્યાં ફોટોગ્રાફરે દોઢડાહ્યા થઈને વર-વધૂ બન્નેને એક સરસ પોઝ નક્કી કરી આપવાની ઑફર કરી અને દૂરથી તેમની પાસે દોડી આવ્યો.

જોકે ત્યારે નવવધૂના મનમાં કંઈક ચોંકાવી દેનારું કરવાનો પ્લાન તો હતો જ. ફોટોગ્રાફર જેવો તેમને સમજાવવા આવ્યો અને પાછળ ફર્યો કે નવવધૂએ વર અને ફોટોગ્રાફર બન્નેને ધક્કો મારી દીધો હતો અને તેઓ ધબાક દેતા તળાવના પાણીમાં પડ્યા હતા. ત્યાં હાજર તમામ મહેમાનો ખૂબ હસ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ તો ન થઈ, પણ એનો વિડિયો ખૂબ વાઇરલ થયો છે.

offbeat news international news viral videos