27 November, 2026 02:43 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
અતૂટ શ્રદ્ધા
કહેવાય છે કે મનમાં ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા હોય તો ભક્તે મુશ્કેલીઓ સામે લડવાની હિંમત તો કેળવવી જ પડે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવેલાં એક ભક્તનો વિડિયો આ વાતનો પુરાવો છે. એમાં એક વયસ્ક મહિલા બીમારીને કારણે બહારથી ઑક્સિજન લેવા માટે મજબૂર હોવા છતાં મહાપ્રભુનાં દર્શન કરવા પહોંચી હતી. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેણે સતત ઑક્સિજન સિલિન્ડર સાથે લઈને ફરવું પડતું હતું, એમ છતાં કારતક પૂર્ણિમાના અવસરે મહિલા પોતાના પરિજનોની સાથે જગન્નાથ ધામમાં દર્શન કરવા પહોંચી હતી. ઑક્સિજન સિલિન્ડર સાથે તે મંદિરના અરુણ સ્તંભ સુધી ગઈ હતી અને ત્યાંથી જ પૂરી શ્રદ્ધાપૂર્વક પ્રભુને પ્રણામ કર્યાં હતાં.