✕

હાથીએ ડૂબતા હરણને બચાવ્યું

03 November, 2026 01:15 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

પાણીમાં ફસાયેલું એક હરણ બહાર નીકળવાની કોશિશ કરે છે પણ સફળ નથી થતું. પાણીના કુંડની દીવાલ ઊંચી છે. એની આજુબાજુમાં બીજાં હરણ ફરતાં હોય છે પણ એ મદદ કરી શકે એમ ન હોવાથી આમતેમ દોડાદોડ કરી મૂકે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

નૉર્થ અમેરિકન દેશ ગ્વાટેમાલાના એક ઝૂમાં હાથી અને હરણ વચ્ચેની નાજુક પળોનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. પાણીમાં ફસાયેલું એક હરણ બહાર નીકળવાની કોશિશ કરે છે પણ સફળ નથી થતું. પાણીના કુંડની દીવાલ ઊંચી છે. એની આજુબાજુમાં બીજાં હરણ ફરતાં હોય છે પણ એ મદદ કરી શકે એમ ન હોવાથી આમતેમ દોડાદોડ કરી મૂકે છે. એવામાં એક હાથીભાઈ આવે છે અને પોતાની સૂંઢથી હરણને પકડીને કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ એની પકડ છૂટી જાય છે. ફરીથી હાથી સૂંઢથી હરણને ખેંચે છે. આ વખતે સફળ થાય છે. બહાર આવેલા હરણને હાથી પોતાની સૂંઢથી ચેક કરે છે, જાણે જોતો ન હોય કે હરણ સહીસલામત છે કે નહીં? પ્રાણીસંગ્રહાલયના દર્શકોએ આ ઘટનાનો વિડિયો લીધો હતો જે વાઇરલ થયો હતો.

animal wildlife viral videos united states of america social media offbeat news international news