✕

૭૫ વર્ષના દાદા અને ૩૦ વર્ષની યુવતીની સગાઈ નીકળી નકલી

22 October, 2026 04:21 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સોશ્યલ મીડિયા પર ૭૫ વર્ષના વડીલ સાથે ૩૦ વર્ષની રીના નામની યુટ્યુબરે સગાઈ કરી એના વિડિયો ખૂબ વાઇરલ થયા હતા. એ પછી તેમણે પીઠી ચોળી અને મેંદીની રસમ થતી હોય એવા વિડિયો પણ શૅર કર્યા હતા.

દાદા સાથે યુવતીની નકલી સગાઈ

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સોશ્યલ મીડિયા પર ૭૫ વર્ષના વડીલ સાથે ૩૦ વર્ષની રીના નામની યુટ્યુબરે સગાઈ કરી એના વિડિયો ખૂબ વાઇરલ થયા હતા. એ પછી તેમણે પીઠી ચોળી અને મેંદીની રસમ થતી હોય એવા વિડિયો પણ શૅર કર્યા હતા. જોકે પીઠી પછી લગ્નની કોઈ તસવીરો બહાર નહોતી આવી. વિડિયોમાં તો એવું જ લાગતું હતું કે તેમની સાચુકલી સગાઈ થઈ છે અને હવે લગ્ન પણ થશે. જોકે ૭૫ વર્ષના દાદાએ જ સામેથી ફોડ પાડ્યો છે કે આ બધું ફૉલોઅર્સ મેળવવા માટેનું નાટક હતું. રામસુધરનું કહેવું છે કે તેમણે તો આ નાટક તેમની દીકરી રાધાના કહેવા પર કર્યું હતું. લાઇક્સ અને ફૉલોઅર્સ મેળવવા માટે જ સગાઈ અને પીઠીના વિડિયો બનાવવામાં આવ્યા હતા.

uttar pradesh youtube following social networking site social media offbeat news viral videos