08 January, 2026 12:53 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
ઍરપોર્ટનો સ્ટાફ આવી જ રીતે બરફથી રમીને ટાઇમપાસ કરશે અને ઍરલાઇન કંપનીઓએ સ્નોમૅન બનાવવા માટે હાજર રહેલા સ્ટાફને પગાર ચૂકવવો પડશે.
યુરોપનાં સૌથી વ્યસ્ત ઍરપોર્ટ્સમાંના એક ગણાતા ઍમ્સ્ટરડૅમ ઍરપોર્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં મનોરંજનનું માધ્યમ બની ગયો છે. વિન્ટરના ભારે હવામાન અને સ્નોને કારણે યુરોપમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી અને ફ્લાઇટ ઑપરેશન્સ ઠપ થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં ઍરપોર્ટમાં કામ કરતો સ્ટાફ કરે શું? વાઇરલ વિડિયોમાં ઍરપોર્ટનો સ્ટાફ એક વિમાનની બાજુમાં સરસમજાનો સ્નોમૅન બનાવી રહ્યો હોય એવું દેખાય છે. બીજા વિડિયોમાં સ્ટાફ રમતિયાળ મૂડમાં મસ્તી કરતો અને એકબીજાને બરફ મારતો જોવા મળે છે. આવનારા દિવસોમાં યુરોપમાં હવામાન આનાથી પણ વધારે ખરાબ થવાનો વર્તારો છે એટલે શક્ય છે કે ઍરપોર્ટનો સ્ટાફ આવી જ રીતે બરફથી રમીને ટાઇમપાસ કરશે અને ઍરલાઇન કંપનીઓએ સ્નોમૅન બનાવવા માટે હાજર રહેલા સ્ટાફને પગાર ચૂકવવો પડશે.