શહેરી જીવનથી કંટાળેલા એક પરિવારનો ટાપુ પર વસવાટ

27 October, 2021 10:58 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમ શહેરમાં રહેતો અબ્દુલ ખાલિદ પત્ની માહવીશ અને બે દીકરાને લઈને એક ટાપુ પર રહેવા ચાલ્યો ગયો છે

શહેરી જીવનથી કંટાળેલ પરિવાર

શહેરની ભાગદોડભરી જિંદગીથી કંટાળીને લોકો નાનાં નગરો કે અંતરિયાળ વિસ્તારોમાં રહેવા ચાલ્યા જાય એ વાત આમ તો નવી નથી. ઇંગ્લૅન્ડના એક પરિવારે તાજેતરમાં આવું જ કર્યું છે. ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમ શહેરમાં રહેતો અબ્દુલ ખાલિદ પત્ની માહવીશ અને બે દીકરાને લઈને એક ટાપુ પર રહેવા ચાલ્યો ગયો છે.

અબ્દુલભાઈએ તેમના પરિવાર સાથે સ્કૉટલૅન્ડની ઉત્તરે આવેલા શોપીનસે નામના ટાપુ પર વસવાટ કર્યો છે, જે ઇંગ્લૅન્ડથી ૯૦૦ કિલોમીટર દૂર છે. જોકે આ સફર અને પરિવર્તન સહેલું નહોતું. પહેલાં તો ખાલિદ પરિવારે ૧,૨૫,૦૦૦ યુરો (આશરે એક કરોડ રૂપિયા) ચૂકવીને જમીન ખરીદી અને એના પર ઘર બાંધ્યું. આ બધામાં સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે ઘરના મોભી અબ્દુલભાઈની ઉંમર હજી માત્ર બાવીસ વર્ષની છે. બર્મિંગહૅમના યાર્ડ્લી વિસ્તારમાં જન્મેલા અબ્દુલભાઈ ત્યાં પોતાના પરિવારનો ગાડી વેચવાનો ધંધો કરતા હતા, પણ એ ધંધો છોડીને અહીં તેમણે ફૂડ-ડિલિવરી સર્વિસ શરૂ કરી છે. અલબત્ત, અત્યારે આ અબ્દુલભાઈનો ત્રણ વર્ષનો દીકરો આ આખા ટાપુ પર પ્રી-સ્કૂલમાં ભણતો એકમાત્ર વિદ્યાર્થી છે.

offbeat news international news england