પિતા-પુત્રી બન્નેના નામે છે સૌથી પહોળી જીભનો રેકૉર્ડ

07 June, 2026 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ન્યુ યૉર્કમાં રહેતા બાઇરન શ્લેન્કર નામના ભાઈ તેમની જીભને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે

પિતા-પુત્રી

અમેરિકાના ન્યુ યૉર્કમાં રહેતા બાઇરન શ્લેન્કર નામના ભાઈ તેમની જીભને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમની જીભની પહોળાઈ ૮.૫૭ ઇંચ સેન્ટિમીટર પહોળી હોવાથી તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યું છે. તેમને પોતાની જીભ રેકૉર્ડબ્રેક પહોળી છે એનો અંદાજ છેક પુખ્ત થયા થયા ત્યાં સુધી નહોતો. તે પોતાની દીકરી ઍમિલીના સ્કૂલ-પ્રોજેક્ટ માટે તેની સ્કૂલની લાઇબ્રેરીનાં પુસ્તકો ફંફોસી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં અનોખા રેકૉર્ડ્સની બુક આવી. એમાં જોયું તો જે ભાઈનો સૌથી પહોળી જીભનો રેકૉર્ડ હતો એના કરતાં તો તેમની જીભ વધુ પહોળી હતી. તેમણે એ પછી કુતૂહલવશ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સને સંપર્ક કર્યો અને ખરેખર તેમની જીભ સૌથી પહોળી નીકળી. તેમની દીકરી ઍમિલી શ્લેન્કર પણ આ મામલે પિતા પર જ ગઈ છે. તેની જીભ પણ ખાસ્સી પહોળી છે. એ ૭.૩૩ સેન્ટિમીટર જેટલી લાંબી છે અને એ મહિલાઓમાં સૌથી પહોળી જીભનો રેકૉર્ડ છે. 

offbeat news new york united states of america