✕

દીકરીનાં લગ્નમાં પિતાએ પહેરી દીકરીએ બાળપણમાં બનાવેલી કાગળની ટાઇ

20 October, 2026 07:09 PM IST  |  International | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક પિતાએ દીકરીનાં લગ્નમાં પોતે પહેરેલી ટાઇનો ફોટો શૅર કરીને એક સ્ટોરી શૅર કરી હતી જે અનેક લોકોને ભાવુક કરી દે એવી છે. પિતાના કહેવા મુજબ તેમણે પાંચ વર્ષની ઉંમરે દીકરીએ બનાવેલી કાગળની ટાઇ પહેરી છે.

પિતાએ પહેરી કાગળની ટાઇ

સોશ્યલ મીડિયા પર એક પિતાએ દીકરીનાં લગ્નમાં પોતે પહેરેલી ટાઇનો ફોટો શૅર કરીને એક સ્ટોરી શૅર કરી હતી જે અનેક લોકોને ભાવુક કરી દે એવી છે. પિતાના કહેવા મુજબ તેમણે પાંચ વર્ષની ઉંમરે દીકરીએ બનાવેલી કાગળની ટાઇ પહેરી છે. દીકરી હવે ૨૯ વર્ષની છે અને તેનાં લગ્ન થઈ રહ્યાં છે ત્યારે પિતાએ એ કાગળની જૂની, પેનથી લિટાડા કરીને સજાવેલી ટાઇ પહેરી છે. જ્યારે પિતા આ ટાઇ સાથે દીકરીને મળવા ગયા ત્યારે એ જોઈને દીકરી પણ ભાવુક થઈ ગઈ હતી.

social media social networking site international news viral videos viral post offbeat news