✕

ખરાબ પ્રિન્ટરે જિતાડ્યા ૧૮ કરોડ રૂપિયા

08 November, 2026 01:15 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં બ્રૅન નામના ભાઈને પેટ્રોલ-પમ્પ પર ખરાબ મશીનને કારણે કરોડો રૂપિયાની લૉટરી લાગી ગઈ. દરઅસલ મશીન ખરાબ હોવાથી પેટ્રોલ ભરાવ્યા પછી પૈસાની ચુકવણીની રસીદ નીકળી નહોતી. એ લેવા માટે ભાઈ પમ્પ પાસેની દુકાનમાં ગયા.

અમેરિકામાં બ્રૅન નામના ભાઈને પેટ્રોલ-પમ્પ પર ખરાબ મશીનને કારણે કરોડો રૂપિયાની લૉટરી લાગી ગઈ

અમેરિકામાં બ્રૅન નામના ભાઈને પેટ્રોલ-પમ્પ પર ખરાબ મશીનને કારણે કરોડો રૂપિયાની લૉટરી લાગી ગઈ. દરઅસલ મશીન ખરાબ હોવાથી પેટ્રોલ ભરાવ્યા પછી પૈસાની ચુકવણીની રસીદ નીકળી નહોતી. એ લેવા માટે ભાઈ પમ્પ પાસેની દુકાનમાં ગયા. જોકે દુકાનમાં લૉટરીની ટિકિટો વેચાતી જોઈને તેને પણ મન થઈ ગયું. તેણે પાવરબૉલ ડ્રૉની એક ટિકિટ ખરીદી અને તેનું નસીબ ચમકી ગયું. તેને ૧૦ લાખ ડૉલરનું ઇનામ લાગ્યું. એ પાવરબૉલ કૅટેગરીનું હોવાથી એ રકમ બમણી એટલે કે ૨૦ લાખ ડૉલર થઈ ગઈ. ભારતીય રૂપિયામાં આ રકમ ૧૭.૭ કરોડ રૂપિયા જેટલી થાય. બ્રૅમનું કહેવું છે કે આ લૉટરી લાગવા પાછળનું કારણ પેટ્રોલ-પમ્પનું ખરાબ મશીન છે, જો મશીનમાંથી રસીદ મળી જાત તો હું શૉપમાં ન જાત અને મેં ટિકિટ ખરીદી ન હોત.

united states of america luck machine world news international news offbeat news