03 November, 2026 01:15 PM IST | Finland | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો તમે સિંગલ હો તો વિશ્વના સૌથી ખુશ દેશોમાં ગણાતા ફિનલૅન્ડમાં ફ્રીમાં ફરવાનો મોકો મળી રહ્યો છે. જો તમે યાદગાર બ્લાઇન્ડ-ડેટ પર જવા માગતા હો તો ફિનલૅન્ડે એક ખાસ ફિનિશ ડિનર ડેટ નામનું અભિયાન શરૂ કર્યું છે. ૨૦૨૭ની ૯ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન સ્થાનિક સિંગલ લોકો સાથે ડિનર-ડેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે બીજા દેશમાંથી ફિનલૅન્ડ જતા સિંગલ્સ માટે બધું જ ફ્રી હશે. ફ્લાઇટની ટિકિટથી લઈને રહેવા માટે હોટેલ, ફૂડ અને હરવા-ફરવાનું બધું જ ફ્રી. અલબત્ત, આ માટે માત્ર ૧૬ સિંગલ લોકોને જ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આ લોકો બે બૅચમાં ફિનલૅન્ડ જશે. પહેલો ૮ જણનો બૅચ લેકલૅન્ડ અને આસપાસમાં ફરશે જ્યારે બીજો ૮ જણનો બૅચ ટૅમ્પરે શહેરની આસપાસમાં ફરશે.