૨૦૦ દિવસમાં સોલર-પાવર્ડ યૉટ બનાવી દીધી, હવે વગર ફ્યુઅલે સમુદ્રમાં સેર કરશે

23 January, 2026 01:29 PM IST  |  finland | Gujarati Mid-day Correspondent

આ યૉટ સૂરજનાં કિરણોથી ચાલે છે. હેલિઓસ ૧૧ નામની આ એક્સપ્લોરર યૉટમાં કોઈ ઈંધણની જરૂર નથી પડતી

એક્સપ્લોરર યૉટ

ફિનલૅન્ડના એક યુટ્યુબરે ૨૦૦ દિવસ જાતે જ મહેનત કરીને સોલર-ઊર્જાથી ચાલતી એક્સપ્લોરર યૉટ બનાવી દીધી અને પાણીમાં ઉતારીને સેર કરવાનું શરૂ કરી દીધું. આ યૉટ સૂરજનાં કિરણોથી ચાલે છે. હેલિઓસ ૧૧ નામની આ એક્સપ્લોરર યૉટમાં કોઈ ઈંધણની જરૂર નથી પડતી. એ કોઈ દરિયાકિનારે જઈને ફ્યુઅલ ભર્યા વિના જ લગાતાર દરિયામાં સફર કરી શકે છે. ફિનલૅન્ડથી નીકળેલી આ યૉટ એની પહેલી યાત્રામાં જ છેક ફ્રાન્સની જામી ગયેલી નહેરો સુધી પહોંચી ગઈ હતી. આ યૉટની ડિઝાઇન પણ એવી છે કે એ ડૂબી ન જાય કે પલટી ન જાય. સમુદ્રી સફર કરવી હોય તો આ બહુ જ જરૂરી છે. આ ડિઝાઇનને કારણે એને અનેક વાર પલટવાની કોશિશ કરી, પણ નાવ પલટી ખાઈ જ ન શકી. હવે આ યૉટમાં કોઈ જ પ્રદૂષણ ફેલાવ્યા વિના યુટ્યુબર ભાઈ આખી જિંદગી સમુદ્ર અને નદીઓની સફર કરી શકશે.

offbeat news finland international news world news technology news tech news