✕

બાળપણના પાંચ દોસ્તો એકસાથે પોલીસ-કૉન્સ્ટેબલ બન્યા

18 October, 2026 11:32 AM IST  |  Uttar pradesh | Gujarati Mid-day Correspondent

અંકિત દુબે, આદર્શ દ્વિવેદી, દીપક દુબે, આદિત્ય દુબે અને રોહિત પ્રજાપતિ નામના પાંચ જિગરી દોસ્તોએ સ્કૂલ પૂરી કર્યા પછી સરકારી નોકરી મેળવવાનું એકસાથે નક્કી કર્યું હતું. આ પાંચેય દોસ્તોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી.

પાંચ દોસ્તો એકસાથે કૉન્સ્ટેબલ બન્યા

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના નાદેકુંઆ ગામમાં બાળપણના પાંચ દોસ્તોએ એકસાથે ઉત્તર પ્રદેશ પોલીસમાં કૉન્સ્ટેબલ બનીને પોતાનું સપનું પૂરું કર્યું છે. પાંચેય બાળપણથી સાથે જ ભણતા હતા. અંકિત દુબે, આદર્શ દ્વિવેદી, દીપક દુબે, આદિત્ય દુબે અને રોહિત પ્રજાપતિ નામના પાંચ જિગરી દોસ્તોએ સ્કૂલ પૂરી કર્યા પછી સરકારી નોકરી મેળવવાનું એકસાથે નક્કી કર્યું હતું. આ પાંચેય દોસ્તોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. બીજા નાના સ્ટુડન્ટ્સને ટ્યુશન કરાવીને તેમણે પોતાનો ભણવાનો ખર્ચ કાઢ્યો હતો. પાંચેય ભાઈબંધો ખૂબ મહેનત કરીને એકસાથે પોલીસ-કૉન્સ્ટેબલ બનતાં તેમના ગામમાં જબરા જશનનો માહોલ છે.

uttar pradesh police constable Success Story village offbeat news