31 July, 2026 11:47 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
કાવડયાત્રામાં અનલિમિટેડ ક્રીએટિવિટી
દર વર્ષે ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રા થતી હોય છે અને લોકો ભરપૂર શ્રદ્ધા સાથે કાવડ લઈને પદયાત્રા કરતા હોય છે. જોકે આ વખતે યાત્રામાં અનોખી ક્રીએટિવિટી જોવા મળી છે. થોડા દિવસ પહેલાં જ કારને દાંતથી ખેંચીને જનારા ભક્તોનું ગ્રુપ વાઇરલ થયું હતું. હવે સૌથી મોંઘી કાવડ મેળામાં જોવા મળી છે. એક ભક્તે પાંચ કરોડની મૅક્લરેન સ્પોર્ટ્સ કારને કાવડ બનાવીને એના પર મહાદેવજીની સવારી કરાવી છે. બીજું એક ગ્રુપ ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટોથી સજાવેલી કાવડ લઈને નીકળ્યું છે. મહાદેવજીની ભક્તિમાં હવે સર્જનાત્મકતાની છાંટ ઉમેરીને સોશ્યલ મીડિયા પર વાઇરલ થવાનું હવે કાવડિયાઓને પણ આવડી ગયું છે.