✕

ભ્રૂણનું હાડપિંજર ૩ વર્ષ સુધી પેટમાં રહીને પથ્થર બની ગયું અને મહિલાને ખબર પણ ન પડી

01 November, 2026 01:21 PM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

કદાચ એ પથરી પણ હોઈ શકે છે, આ ગાંઠ નાભિ પાસે ફેલાઈ રહી છે. મોટી ગાંઠ હોવાનું સુનિશ્ચિત થતાં ડૉક્ટરોએ સર્જરી કરીને એ કાઢી તો ખબર પડી કે એ ૩ વર્ષ પહેલાં પેદા થયેલા ભ્રૂણનું હાડપિંજર હતું અને એની આસપાસ પથ્થર જેવું આવરણ રચાઈ ગયું હતું.

પેટમાંથી નીકળ્યું ત્રણ વર્ષ જૂનું ‘સ્ટોન બેબી

આફ્રિકન દેશ સોમાલીલૅન્ડમાં ૪૨ વર્ષની એક મહિલાની સર્જરી કરીને ડૉક્ટરોએ પેટમાંથી એવી ચીજ બહાર કાઢી છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ મહિલાના પેટમાં લગભગ ૩ વર્ષથી એક મૃત બાળકનું હાડપિંજર હતું. એની આજુબાજુમાં કૅલ્સિફિકેશન થઈ ગયું હોવાથી એ હાડપિંજર પથ્થરના ગોળામાં તબદીલ થઈ ગયું હતું. મેડિકલ ભાષામાં એને સ્ટોન બેબી કહેવામાં આવે છે. આ મહિલાને લગભગ અઢી વર્ષથી પેડુના ભાગમાં ઝીણો-ઝીણો દુખાવો થતો રહેતો હતો અને પેટમાં ભારેપણું ફીલ થતું હતું. શરૂઆતમાં તો તેણે લક્ષણો નજરઅંદાજ કર્યાં, પણ પછી પેઇન વધવા લાગ્યું એટલે ડૉક્ટર પાસે ગઈ. એ વખતે ખબર પડી કે તે ત્રણ વર્ષ પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી. એ વખતે તેનું માસિક બંધ થઈ ગયેલું અને તેને ગર્ભાવસ્થાને કારણે થતી ઊલટી અને પેટમાં હલચલ જેવું પણ લાગતું હતું. જોકે થોડા જ મહિનામાં તેને માસિક આવી ગયું અને પેટની અંદરની હલચલ બંધ થઈ ગઈ. થોડુંક ફૂલી ગયેલું પેટ પણ સાઇઝમાં ઘટી ગયું. આ બધું જોઈને તેણે વિચારી લીધું કે હવે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. તેને અંદાજ પણ નહોતો કે પેલાં જે લક્ષણો હતાં એ પ્રેગ્નન્સીનાં હતાં. જ્યારે તેને પેટમાં ભારેપણું અને પીડા વધવા લાગ્યાં ત્યારે તેણે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. ડૉક્ટરે પહેલાં તો પ્રેગ્નન્સીની તપાસ કરી, પરંતુ એ ટેસ્ટ નેગેટિવ આવી. એ પછી અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કર્યું તો ખબર પડી કે શરીરમાં મોટી ગાંઠ છે, કદાચ એ પથરી પણ હોઈ શકે છે, આ ગાંઠ નાભિ પાસે ફેલાઈ રહી છે. મોટી ગાંઠ હોવાનું સુનિશ્ચિત થતાં ડૉક્ટરોએ સર્જરી કરીને એ કાઢી તો ખબર પડી કે એ ૩ વર્ષ પહેલાં પેદા થયેલા ભ્રૂણનું હાડપિંજર હતું અને એની આસપાસ પથ્થર જેવું આવરણ રચાઈ ગયું હતું.

healthy living accident africa international news offbeat news world news baby