વિદેશી વ્લૉગરે હિમાચલમાં ‘મસાલા ચા’ સમજીને કીચડનું પાણી ચાખી લીધું

16 April, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક યુઝરે વળતી રમૂજ કરતાં કહ્યું, ‘છેવટે ભારતની ચાનો સ્રોત વિદેશીએ શોધી કાઢ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

હિમાલયના પહાડોને વિવિધ નદીઓના સ્રોત માનવામાં આવે છે, પણ જેમ્સ બૉન્ડસાઇ નામના વિદેશી વ્લૉગરે એક વિડિયો પોસ્ટ કરીને હિમાલયમાં મસાલા ચાનો સ્રોત શોધી કાઢતો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ ફની વિડિયોમાં રસ્તા પરના કીચડ વચ્ચેના ચા જેવા રંગના પાણીનું ખાબોચિયું બતાવીને બૉન્ડસાઇ કહે છે કે ભારતમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી માત્ર મસાલા ચા શોધવા માટે હિમાચલ પ્રદેશ આવ્યો છું. આટલું બોલ્યા બાદ તે કીચડમાં આંગળી બોળીને પાણી ચાખે છે. બૉન્ડસાઇએ આ વિડિયો રમૂજ ખાતર બનાવ્યો હતો. એક યુઝરે વળતી રમૂજ કરતાં કહ્યું, ‘છેવટે ભારતની ચાનો સ્રોત વિદેશીએ શોધી કાઢ્યો છે. આ રહસ્યની જાણ હવે બધાને થઈ ગઈ.’

offbeat videos offbeat news himachal pradesh social media