✕

ચાર યુવકો બાઇક પર, ચોથો યુવાન ત્રીજાના ખભા પર

25 September, 2026 01:04 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના એલિસબ્રિજ પાસે એક બાઇક પર ચાર યુવાનો સવારી કરતા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. ચોથો યુવાન ત્રીજા સવારના ખભા પર બેઠો હતો. વિડિયો સામે આવ્યા બાદ એલિસબ્રિજ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી.

અમદાવાદ વાઇરલ વિડિયો

અમદાવાદના એલિસબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક બાઇકનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુજરાતમાં ટૂ-વ્હીલર પર ત્રણ સવારી કરવી એ બહુ કૉમન છે, પરંતુ આ વિડિયોમાં ચાર યુવાનો બાઇક પર છે. ચોથા ભાઈ તો ત્રીજા સવારના ખભે બેસીને સવારી કરે છે. આ વિડિયો વાઇરલ થતાં એલિસબ્રિજ પોલીસે આ યુવાનો પર કાર્યવાહી કરી હતી અને તેમની સામે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને પોતાની અને બીજાની લાઇફને જોખમમાં મૂકવાની ફરિયાદ નોંધી હતી.

ahmedabad viral videos social media social networking site offbeat news hatke news