આ ઘોડી ૨૧ કરોડ રૂપિયામાં વેચાઈ

17 August, 2021 12:30 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સમાં ડ્યોવેલ શહેરમાં દર વર્ષે ઘોડા-ઘોડીની હરાજી થાય છે

ફ્રાન્સમાં ડ્યોવેલ શહેરમાં દર વર્ષે ઘોડા-ઘોડીની હરાજી થાય છે

ફ્રાન્સમાં ડ્યોવેલ શહેરમાં દર વર્ષે ઘોડા-ઘોડીની હરાજી થાય છે અને એ ઇવેન્ટ આ વખતે કોવિડની મહામારીને કારણે થોડી મોડી (રવિવારે) યોજાઈ હતી, જેમાં ‘લૉટ ૧૦૮’ નામની આ ઘોડી સૌથી વધુ ૨૪ લાખ યુરો (અંદાજે ૨૧ કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. હરાજી માટે આવેલા તમામ નર અને માદા અશ્વોમાં આ સૌથી ઊંચો ભાવ હતો. હૅરસ ડી એત્રેહેમની આ ઘોડી ‘ચૅમ્પિયન’ તરીકે ઓળખાય છે.

offbeat news international news france