વિદાય લઈ લેતાં પહેલાં ભક્તોને ગણેશજીની ટકોર

17 September, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને કોરોના થશે તો એ મારા પિતાશ્રીને જરાય નહીં ચાલે એટલે મહેરબાની કરીને તમે બધા માસ્ક પહેરો અને કોરોના ટાળો’ એવો સંદેશ આપતું બોર્ડ લઈને ફરે છે.

વિદાય લઈ લેતાં પહેલાં ભક્તોને ગણેશજીની ટકોર

આ વર્ષે ગણપતિબાપ્પા હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને એ સાથે દેશમાંથી (જો ત્રીજી લહેર પરેશાન કરવા ન આવે તો) કોરોના વાઇરસ પણ થોડા દિવસમાં ભૂતકાળ બની જશે. જોકે એ પહેલાં બાપ્પા તેમના લાડલા ભક્તોને કોરોનાથી બચવાની શિખામણ આપતા જાય છે. જુઓને! પુણેની બજારોમાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો. બાપ્પાના વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે એ પહેલાં એક સામાજિક કાર્યકર ‘મને કોરોના થશે તો એ મારા પિતાશ્રીને જરાય નહીં ચાલે એટલે મહેરબાની કરીને તમે બધા માસ્ક પહેરો અને કોરોના ટાળો’ એવો સંદેશ આપતું બોર્ડ લઈને ફરે છે. એક વિડિયોમાં બતાવાયું છે કે આ બોર્ડ વાચતાં જ બજારમાંના ઘણા લોકોએ મોઢા પરથી નીચે ઉતારેલું માસ્ક પહેરી લીધું હતું. આશા રાખીએ કે આવતા વર્ષે બાપ્પા પાછા પધારે ત્યારે ક્યાંય કોરોનાનું નામોનિશાન ન હોય.

offbeat news ganpati ganesh chaturthi