ટ્રમ્પ જેવી દેખાતી સ્પેનની મહિલા થઈ ગઈ વાઇરલ

02 May, 2026 02:57 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

બસ, પછી તો સોશ્યલ મીડિયા પર આ તસવીર એટલી વાઇરલ થઈ કે થોડા જ કલાકોમાં આ બહેન ફેમસ થઈ ગયાં.

ટ્રમ્પ જેવી દેખાતી સ્પેનની મહિલા થઈ ગઈ વાઇરલ

સ્પેનમાં એક મહિલા તેના લુકને કારણે વાઇલ થઈ ગઈ છે. તેનો ચહેરો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળતો આવે છે. છેલ્લા કેટલાક સમયથી ડોનલ્ડ ટ્રમ્પ સાચાં-ખોટાં અનેક કારણોસર ચર્ચામાં રહ્યા છે. એવામાં બાગકામ કરી રહેલાં એક બહેનની તસવીર શૅર કરીને કોઈકે ડોનલ્ડ ટ્રમ્પ સાથેના અજીબ સામ્ય તરફ ધ્યાન દોર્યું હતું. બસ, પછી તો સોશ્યલ મીડિયા પર આ તસવીર એટલી વાઇરલ થઈ કે થોડા જ કલાકોમાં આ બહેન ફેમસ થઈ ગયાં.

offbeat news viral post donald trump spain international news