પૅલેસ્ટીનિયન કપલે તેમની નવજાત દીકરીનું નામ રાખ્યું છે સિંગાપોર

22 October, 2025 02:26 PM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

દીકરીના પિતા સિંગાપોરના ચૅરિટી માટે ચાલતા સૂપ કિચનમાં કામ કરે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મૂળ ગાઝાના પરંતુ કામસર સિંગાપોરમાં રહેતા પૅલેસ્ટીનિયન કપલે તાજેતરમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના પિતા સિંગાપોરના ચૅરિટી માટે ચાલતા સૂપ કિચનમાં કામ કરે છે. ગાઝામાં જ્યારે અંધકાર છવાયેલો ત્યારે સિંગાપોરના લોકોએ તેમને આવકાર આપીને નવું જીવન આપવામાં મદદ કરી હતી. આ કૃતજ્ઞતાને કારણે દીકરીના પિતાએ તેનું નામ સિંગાપોર રાખ્યું હતું. બાળકીનો પિતા જે સૂપ કિચનમાં કામ કરે છે એ હજારો વિસ્થાપિત પરિવારો અને તેમનાં બાળકોને રોજ ભોજન પૂરું પાડે છે. આ સૂપ કિચને યુગલને માત્ર જીવન ટકાવવામાં સાથ જ નહોતો આપ્યો, પરંતુ સન્માનજનક કામ પણ આપ્યું હતું. સિંગાપોર અને ‌સિંગાપોરના લોકોની દિલેરીથી ગદ્ગદ થઈને આ યુગલે દીકરીનું નામ જ રાખી દીધું હતું સિંગાપોર. 

gaza strip singapore offbeat news international news world news