યુદ્ધ વચ્ચે ગાઝામાં ૧૮ વર્ષની છોકરીએ ટેન્ટને પેઇન્ટિંગ્સની ગૅલરી બનાવી દીધી

10 March, 2026 02:12 PM IST  |  Gaza | Gujarati Mid-day Correspondent

છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી વારંવાર ઠેકાણાં બદલતા પૅલેસ્ટીનના લોકો સતત યુદ્ધના ઓછાયાને કારણે દહેશત વચ્ચે જીવતા આવ્યા છે. એમાં પણ ૧૮ વર્ષની એક યુવતીએ રોજની યુદ્ધની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ પોતાનો પેઇન્ટિંગ અને સ્કૅચના પૅશનને જાળવી રાખ્યું છે.

યુદ્ધ વચ્ચે ગાઝામાં ૧૮ વર્ષની છોકરીએ ટેન્ટને પેઇન્ટિંગ્સની ગૅલરી બનાવી દીધી

છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી વારંવાર ઠેકાણાં બદલતા પૅલેસ્ટીનના લોકો સતત યુદ્ધના ઓછાયાને કારણે દહેશત વચ્ચે જીવતા આવ્યા છે. એમાં પણ ૧૮ વર્ષની એક યુવતીએ રોજની યુદ્ધની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ પોતાનો પેઇન્ટિંગ અને સ્કૅચના પૅશનને જાળવી રાખ્યું છે. કલાના સર્જન માટે બહાર શાંતિ હોવી જરૂરી નથી, જો વ્યક્તિ અંદરથી શાંત હોય અને આસપાસની અશાંતિને નિર્લેપ ભાવે જોઈ શકે તો કલાનું સર્જન ક્યાંય પણ થઈ શકે છે.

૧૮ વર્ષના મારાહ ખાલિદ અલ ઝાનિન બેઘર થઈ ગઈ હોવાથી ગાઝામાં ટેન્ટમાં શરણ લઈ રહી છે. આ ટેન્ટનાં સ્થળો પણ સતત બદલાતાં રહ્યાં છે છતાં છેલ્લાં બે વર્ષથી તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે નજરે જે જોયું છે એનાં ચિત્રો દોરતી રહે છે. ગાઝા પટ્ટીમાં પૅલેસ્ટીનના રેફ્યજીઓ માટે યુનાઇટેડ નેશન્સના રિલીફ ફન્ડમાંથી ટેન્ટ વસાહતો ચાલે છે. એમાં સ્કૂલ શેલ્ટરના ટેન્ટમાં શરણ લેનારી મારાહ ખાલિદ ગાઝાની રોજબરોજની વાસ્તવિકતાઓને પોતાનાં ચિત્રોમાં દર્શાવે છે.

offbeat news gaza strip palestine international news world news united nations