✕

જર્મનીમાં રોબો માટે ખૂલ્યું જિમ

12 November, 2026 02:46 PM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

હાથને ચોક્કસ ઍન્ગલમાં વાળીને અશક્ય લાગતાં કામો કઈ રીતે કરવાં, નાની ડબ્બીઓ ખોલવી, મશીનોના પૂરજા ખોલીને એને ફિટ કરવા માટે રોબોની પોતાની પણ ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી છે. આ બધું જ કામ રોબોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિમ્યુલેશન દ્વારા શીખવવામાં આવે છે.

રોબો માટે જિમ

માણસો ફિઝિકલી ફિટ રહેવા માટે જિમમાં જાય છે તો રોબોને ફિટ રાખવા શું કરવાનું? જર્મનીમાં એનો પણ જુગાડ થઈ ગયો છે. જર્મનીમાં મ્યુનિક ઍરપોર્ટ પાસે બનેલા એક સેન્ટરમાં રોબો માટે જિમ ખૂલ્યું છે. અહીં રોબોને અલગ-અલગ પ્રકારના ફિઝિકલ ટાસ્ક કરતાં શીખવવામાં આવે છે. હ્યુમનૉઇડ એટલે કે માણસો જેવા જ આકારનું શરીર ધરાવતા રોબોને પોતાનું શરીર કઈ રીતે ચલાવવું એની ટ્રેઇનિંગ આપવાનું કામ આ જિમમાં થાય છે. હાથને ચોક્કસ ઍન્ગલમાં વાળીને અશક્ય લાગતાં કામો કઈ રીતે કરવાં, નાની ડબ્બીઓ ખોલવી, મશીનોના પૂરજા ખોલીને એને ફિટ કરવા માટે રોબોની પોતાની પણ ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી છે. આ બધું જ કામ રોબોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિમ્યુલેશન દ્વારા શીખવવામાં આવે છે.

robot germany ai artificial intelligence technology news world news international news offbeat news