જૂના પ્રેમીની યાદમાં તડપતી દુલ્હન લગ્નના ૧૪ દિવસમાં સાસરિયેથી ભાગી ગઈ

21 September, 2026 05:28 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

ગાઝિયાબાદમાં લગ્નના ૧૪ દિવસ બાદ પત્ની જૂના પ્રેમીને ભૂલી ન શકતાં સાસરેથી પિયર ભાગી ગઈ. પતિનો આરોપ છે કે પત્નીના પરિવારજનોએ હવે એક લાખ રૂપિયા રોકડા અને જમીનની માગણી કરી દહેજના કેસની ધમકી આપી છે. મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે હવે પણ.

ગાઝિયાબાદ દુલ્હન (સૌજન્ય : સોશિયલ મીડિયા)

લગ્નનાં માંડ બે અઠવાડિયાં વીત્યાં હોય અને નવીનવેલી દુલ્હન સાસરિયું છોડીને પિયર ભાગી જાય એવો એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા એક યુવકનાં લગ્ન પાનીપતની યુવતી સાથે થયાં હતાં, પરંતુ લગ્નના ૧૪ દિવસ બાદ પત્ની પોતાના જૂના પ્રેમીને ભૂલી ન શકતાં સાસરેથી ભાગીને પિયર પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે હવે લાચાર પતિએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડી છે.
પતિનો આક્ષેપ છે કે પત્ની તેના જૂના આશિકના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે લગ્નના એક જ અઠવાડિયામાં સાચો રંગ બતાવી દીધો હતો અને સંબંધ તોડી નાખવાની જીદ પકડી લીધી હતી.
ગાઝિયાબાદના વૈશાલી વિસ્તારમાં વૉટર-સપ્લાયનો બિઝનેસ કરતા અભિનવ ખંડેલવાલનાં લગ્ન ૨૦૨૬ની ૧૧ જુલાઈએ પાનીપતની રાની સાથે થયાં હતાં. પતિ અભિનવે ફરિયાદમાં જણાવ્યું કે લગ્ન પછી માંડ એક અઠવાડિયું શાંતિથી ચાલ્યું, પણ એ પછી પત્નીએ સીધું કહી દીધું કે તે પોતાના જૂના પ્રેમીને ભૂલી શકી નથી અને તેની યાદ તેને સતત સતાવે છે એટલે તેને આ લગ્નજીવનમાંથી મુક્ત કરી દેવામાં આવે. ઘરમાં વિવાદ અને ઝઘડો વધતાં જ લગ્નના ૧૪મા દિવસે દુલ્હન સાસરિયું છોડીને સીધી પિયર પહોંચી ગઈ.
પતિએ પત્ની અને તેના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અભિનવે જણાવ્યું કે યુવતીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, જેથી તેમણે કોઈ પણ જાતની લેતી-દેતી કે દહેજ વગર લગ્ન કર્યાં હતાં. લગ્નનો આશરે ૪ લાખ રૂપિયાનો તમામ ખર્ચ પણ વરપક્ષે જ ભોગવ્યો હતો.
હવે પત્ની પિયર ભાગી ગયા પછી તેનાં પિયરિયાં એક લાખ રૂપિયા રોકડા અને જમીનની માગણી કરી રહ્યાં છે એટલું જ નહીં, જો માગણી પૂરી નહીં થાય તો દહેજના ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી પણ આપી રહ્યાં છે.

uttar pradesh lucknow yogi adityanath offbeat news hatke news