ખાઈ શકાય એવું વિશ્વનું સૌથી મોટું જિંજરબ્રેડ હાઉસ

21 December, 2025 11:50 AM IST  |  california | Gujarati Mid-day Correspondent

આ બધાને એક કરવા માટે ૭૬ લીટર પાણી વપરાયું હતું અને જિંજરબ્રેડથી બનેલા ઘરને શણગારવા માટે ૯ કિલો ફૉન્ડન્ટ વાપરીને હાઉસને કલરફુલ બનાવવામાં આવ્યું હતું.

બ્રેડ-કમ-કુકીઝમાંથી જાયન્ટ હાઉસ

ક્રિસમસની શરૂઆત થાય એટલે અમેરિકા અને પશ્ચિમના દેશોમાં જિંજરબ્રેડ એટલે કે એક પ્રકારની બેક કરેલી કુકીઝ બનાવવામાં આવે છે. કૅલિફૉર્નિયાના હૉલીવુડ નામના જિલ્લામાં બેક કરેલી બ્રેડ-કમ-કુકીઝમાંથી જાયન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા વિશ્વના લાર્જેસ્ટ જિંજરબ્રેડ હાઉસનો ખિતાબ મળ્યો છે. આ ઘર હોલીવુડની ‘હોમ અલોન’‌ ફિલ્મના મૅકકૅલિસ્ટર ફૅમિલીના ઘર પરથી પ્રેરિત છે. ૨૫ ફુટ ઊંચું જિંજરબ્રેડ હાઉસ બનાવવા માટે ૨૫૮૫ કિલો મેંદો અને ૪૨૦૦ ઈંડાંની મદદથી ૪૪૦૦ જિંજરબ્રેડની ઈંટો અને ૮૦૦ નળિયા જેવી ટાઇલ્સ બનાવવામાં આવી હતી. આ બધાને એક કરવા માટે ૭૬ લીટર પાણી વપરાયું હતું અને જિંજરબ્રેડથી બનેલા ઘરને શણગારવા માટે ૯ કિલો ફૉન્ડન્ટ વાપરીને હાઉસને કલરફુલ બનાવવામાં આવ્યું હતું.

offbeat news international news world news california festivals guinness book of world records