મેકઅપના બહાને દુલ્હો રફુચક્કર, ચાર કલાક પછી બીજો વરરાજા આવી પહોંચ્યો

26 April, 2024 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકાદ કલાકમાં જ એક પોલીસ-કર્મચારીના દીકરા સાથે સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો અને બીજો વરરાજા વાજતેગાજતે લગ્નમંડપમાં આવી પહોંચ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનમાં ફિલ્મી ઘટના બની હતી. નાગૌર શહેર નજીકના ભાવંડા ગામમાં સોમવારે રાતે બે સગી બહેનોનાં એકસાથે લગ્ન લેવાયાં હતાં. એક જાન તો સમયસર આવી પહોંચી હતી, પણ બીજી જાન રાતે ૮ વાગ્યા સુધી આવી નહોતી. કારણ એ હતું કે મેકઅપ કરાવવાના બહાને દુલ્હો નાસી ગયો હતો. સમાચાર મળતાં જ કન્યાપક્ષના સૌકોઈ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે રંગમાં ભંગ ન પડે અને બન્ને દીકરીઓને સાથે વળાવી શકાય એ માટે સૌકોઈ પોતપોતાનાં સગાંસંબંધીઓને ફોન કરવા લાગ્યા હતા. એકાદ કલાકમાં જ એક પોલીસ-કર્મચારીના દીકરા સાથે સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો અને બીજો વરરાજા વાજતેગાજતે લગ્નમંડપમાં આવી પહોંચ્યો હતો. એ પછી બન્ને બહેનોનાં લગ્ન આટોપવામાં આવ્યાં હતાં. જોકે રસપ્રદ વાત એ હતી કે પોલીસવાળાના જે દીકરાને વરરાજા બનાવવામાં આવ્યો હતો તે રાતે ૯ વાગ્યે ઊંઘી ગયો હતો. તેને જગાડીને વરરાજા બનાવી ૧૨ વાગ્યે જાન જોડી તેને રવાના કરી દેવામાં આવ્યો હતો.

offbeat videos offbeat news social media rajasthan