ટર્કીની આ મહિલાની હાઇટ સૌથી વધુ

15 October, 2021 10:47 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

આ પહેલાં ૧૮ વર્ષની વયે તે વિશ્વની સૌથી ઊંચી મહિલા ટીનેજર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી હતી

રુમેયસા ગેલ્ગ

ટર્કીની ૨૪  વર્ષની રુમેયસા ગેલ્ગ ૨૧૫.૧૬ સેન્ટિમીટર (૭ ફીટ ૦.૯ ઇંચ)ની હાઇટ સાથે બીજી વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વની સૌથી ઊંચી મહિલા તરીકે સ્થાન પામી છે. આ પહેલાં ૧૮ વર્ષની વયે તે વિશ્વની સૌથી ઊંચી મહિલા ટીનેજર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી હતી. 

રુમેયસા ગેલ્ગી વીવર સિન્ડ્રૉમ નામના રોગથી પીડાય છે, આ દુર્લભ રોગમાં રોગીની ઊંચાઈ અમર્યાદ વધતી રહે છે. આ પરિસ્થિતિમાં હાડકાં અપરિપક્વ રહેવા જેવી અન્ય વિકૃતિઓ પણ જોવા મળે છે. નાના અંતર સુધી જવા માટે વૉકરનો ઉપયોગ કરતી રુમેયસા ગેલ્ગી મોટા ભાગે વ્હીલચૅર વાપરે છે.

વીવર સિન્ડ્રૉમ એ એક પ્રકારના અસામાન્ય અનુવાંશિક ફેરફારને પગલે થતો રોગ છે. જિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે જાહેર કરેલા એક વિડિયોમાં રુમેયસા ગેલ્ગી જણાવે છે કે મારા હિસાબે ટર્કીમાં આ બીમારીથી પીડાતો મારો આ પ્રથમ કેસ છે. તે સ્કોલિયોસિસ નામે ઓળખાતી એક ગંભીર શારીરિક બીમારીથી પીડાય છે. અપંગ હોવા છતાં અને મોટા ભાગનો સમય વ્હીલચૅર પર વિતાવતી હોવા છતાં તે વૉકરની મદદથી પોતાનાં કામ પોતે જ કરવાનો પ્રયાસ કરે છે. નાનપણમાં તે હાંસીને પાત્ર બનતી હતી, પણ પરિવારના ટેકાને લીધે લોકો સામે તે ટકી શકી હતી.

offbeat news international news turkey guinness book of world records