ટૉઇલેટના કમોડમાં સાપના ફૂંફાડા સંભળાતા હતા, મહામહેનતે સીટ તોડી તો નીકળ્યો ૬ ફુટનો કોબ્રા

31 August, 2026 12:40 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

ગુરુગ્રામના ગાડૌલી કલાં ગામમાં ટૉઇલેટની સીટમાંથી ફૂંફાડાનો અવાજ આવતા સર્પમિત્રોને બોલાવવામાં આવ્યા હતા. કમોડ તોડતાં અંદરથી છથી સાડાછ ફુટ લાંબો ઝેરી કોબ્રા મળી આવ્યો હતો.

ટૉઇલેટના કમોડમાં સાપના ફૂંફાડા સંભળાતા હતા, મહામહેનતે સીટ તોડી તો નીકળ્યો ૬ ફુટનો કોબ્રા

ગુરુગ્રામના ગાડૌલી કલાં નામના ગામમાં એક બાથરૂમમાં ટૉઇલેટની સીટની અંદર સાપના ફૂંફાડાનો અવાજ સાંભળાતો હતો. જોકે સાપ ક્યાંય દેખાતો નહોતો. ટૉઇલેટનું કમોડ ઇન્ડિયન બેઠકવાળું હતું એટલે કમોડની નીચે કશુંક છુપાયું હોય તોય એની ખબર પડી શકે એમ ન હોવાથી પરિવારજનોએ વન્યજીવ સંરક્ષણ અધિકારીઓને જાણ કરી હતી. વનસંરક્ષકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો તેમને પણ સાપ દેખાયો નહીં, પણ જે પ્રકારના ફૂંફાડા હતા એ કોબ્રાના હોય એવી સંભાવના લાગી. સર્પમિત્રોએ અલગ-અલગ જગ્યાએ ટકોરા મારીને અંદાજ લગાવ્યો કે સાપ કમોડની અંદર જ છે. તેમણે હથોડાથી કમોડ તોડ્યું તો એમાંથી ખરેખર ફેણ કાઢીને કોબ્રા બેઠો થઈ ગયો. આ ખૂબ જ ઝેરી કોબ્રા હતો. એ સાપ ત્યારે જ નીકળી શકે જ્યારે એ આખા કમોડમાંથી બહાર નીકળે. જોકે કમોડ વધારે તોડ્યા વિના કોબ્રાને રેસ્ક્યુ કરવો પણ અઘરો હતો અને કમોડની નજીક જાઓ તો કોબ્રા ફૂંફાડા મારતો હતો. આખરે એક સર્પમિત્રએ કોબ્રાના મોંને સળિયા નીચે દબાવી રાખ્યું અને બીજાએ કમોડને વધુ તોડ્યું ત્યારે માંડ સાપનો છુટકારો થયો. આખો સાપ નીકળ્યો તો એ છ-સવાછ ફુટ લાંબો હતો. 

gurugram haryana viral videos social media social networking site offbeat news hatke news