29 September, 2026 11:49 AM IST | Hardoi | Gujarati Mid-day Correspondent
ઇન્દ્રદેવને ફરિયાદ
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભારે વરસાદથી પરેશાન થઈ ગયેલા એક નાગરિકે કલેક્ટરની ઑફિસમાં જઈને હવે વરસાદ ખમૈયા કરે એ માટે પગલાં લેવાની વિનંતી કરી હતી. ફરિયાદીએ લખ્યું હતું કે ‘ઇન્દ્રદેવને આવશ્યક દિશા-નિર્દેશ આપો અને સમજાવો. છેલ્લા કેટલાય કલાકોથી ક્યારેક ભારે તો ક્યારેક ધીમો વરસાદ લગાતાર પડ્યા જ કરે છે અને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. લોકો ઘરની બહાર નીકળી શકે એમ નથી અને રોજબરોજનું કામકાજ પણ કરી શકે એમ નથી.’
ફરિયાદીએ વ્યંગમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે મારી પાસે ઇન્દ્રદેવનો મોબાઇલ-નંબર નથી એટલે નોટિસ કે નિર્દેશ આપવા માટે દિવ્ય સંપર્ક માધ્યમનો ઉપયોગ કરવાની કૃપા કરશો.